વાંકાનેર તાલુકાના પલાસડી ગામેથી GJ-03-HP-9541 નંબરની એક્ટિવા પર દલડી ગામ તરફ જઈ રહેલા મહંમદસુબહાનરઝા અબ્દુલભાઈ પરાસરા અને દાનીશ ગુલામમહંમદ પરાસરા (રહે. દલડી, તા. વાંકાનેર) સરધારકા નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવતી GJ-15-XX-9944 નંબરના ટ્રકના ચાલકે અચાનક કાઉ મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક એક્ટિવાને હડફેટે લેતાં બંને યુવકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

