મોરબી શહેરમાં સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે જુગાર પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રણછોડનગર વિસ્તારના અમૃતપાર્ક નજીક આવેલા મફતીયાપરા વિસ્તારમાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેઇડ કરતા ત્યાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં અસલમભાઈ કાસમભાઈ દલવાળી, વિમલભાઈ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી, રાજેશકુમાર સુભાષભાઈ ચોબે, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન તેમજ આર્યન બાલુભાઈ ખીટનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 76,350ની રોકડ રકમ કબજે કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

