વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા જગુભાઈ હમીરભાઈ બેડવા નામના આધેડ ગત તા 7 ના રાત્રીના સમયે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર સીટી તરફ જતા નેશનલ હાઈવે ક્રોસ કરી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રામદેવ પીર ના મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે જગુભાઈને ટક્કર મારી હતી આ ઘટનામાં જગુભાઈને માથાના ભાગે ઈજા પહોચતા તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે મૃતકના પુત્ર આશિષભાઈ જગુભાઈ બેડવાએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી

