મોરબી: માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામના યુવાન તેના મિત્રો સાથે હોળીના તહેવાર નિમિત્તે નાળિયેરની રમત રમી રહ્યા હતા, ત્યારે જૂની અદાવતનો ખાર રાખી બોલાચાલી કરી હતી અને ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાધરવા ગામના રહેવાસી અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા એ માળિયા મિયાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૦૧ ના રોજ રાત્રે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં તેઓ મિત્રો સાથે હોળીની રમત રમી રહ્યા હતા. તે સમયે આરોપીઓ યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી ,કાસો સામતાણી અને જુસબ અલ્ટો કારમાં આવી ગાળો બોલી ધમકી આપી ફરાર થઈ ગયા હતા બાદમાં, ફરિયાદી અને તેના મિત્રો આરોપીઓ સાથે વાતચીત કરવા માટે માળીયા-ભીમસર ચોકડી પાસે આવેલી જી.કે. હોટલના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓ સફેદ રંગની ફોર્ચ્યુનર ગાડી સાથે ઉભા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને આરોપીઓએ ઉશ્કેરણીજનક વર્તન કરી હંગામો મચાવ્યો હતો. અને હથિયાર બતાવી ધમકી આપીહતી:
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી યુસુફ ઉર્ફે ભાણો સંધવાણીએ તીક્ષ્ણ છરી બતાવી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. ત્રણેય આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે

