મોરબીના વીજ ગ્રાહકોને જણાવવાનું કે, વીજ તંત્ર દ્વારા આવશ્યક સમારકામ અને મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 30/09/2026 (બુધવાર)ના રોજ અલગ-અલગ પેટા વિભાગો હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
1. મોરબી ઔદ્યોગિક વિસ્તાર (સમય: સવારે 9 થી સાંજે 6)
-
66 KV રંગપર-2 સબ સ્ટેશન: 11 કેવી કેરાળા JGY, રાજા ઇન્ડસ્ટ્રીયલ, એરિકોન ઇન્ડસ્ટ્રીયલ, એજીલીશ ઇન્ડસ્ટ્રીયલ અને ઈમ્પિરિયલ ઇન્ડસ્ટ્રીયલ ફીડર.
-
66 KV ભરતનગર સબ સ્ટેશન: મહેન્દ્રનગર JGY ફીડર સંબંધિત વિસ્તારો જેવા કે સોમનાથ પાર્ક, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, પ્રભુકૃપા સોસાયટી તથા ભક્તિ ચેમ્બર આસપાસનો તમામ વિસ્તારોમાં વીજકાપ રહેશે.
2. મોરબી શહેર પેટા વિભાગ-2 (સમય: સવારે 9 થી સાંજે 5)
-
ડાઇનેમિક ફીડર: લક્ષ્મી સોસાયટી, ડાઇનેમિક અબ્રેસીવ, શ્યામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, અંબિકા એન્જિનિયરિંગ, હોમ ડેકોર, મારુતિ એન્ટરપ્રાઇઝ, આનંદ કેમિકલ, પૂજા કેમિકલ, શુભ ગ્લાસ તેમજ આસપાસની તમામ સોસાયટીઓ અને વિસ્તારો.
3. મોરબી શહેર પેટા વિભાગ-3 (સમય: સવારે 10 થી બપોરે 12)
-
11 કેવી મૂનનગર ફીડર: JETCO દ્વારા કામગીરી ચાલતી હોવાથી ડિવાઇન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમિ સોસાયટી, મૂનનગર ચોક, મૂનનગર મેઇન રોડ, ચંદ્રેશનગર, ન્યુ ચંદ્રેશનગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ તેમજ લાતી પ્લોટ 2, 3 અને 4માં પાવર સપ્લાય બંધ રહેશે.
4. નાની વાવડી પેટા વિભાગ (સમય: સવારે 9 થી બપોરે 6)
- નાની વાવડી પેટા વિભાગ: 66 KV વાજેપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી નકલંક jgy, જેમાં આવતા વિસ્તાર નાની વાવડી ગામ અને આજુ બાજુમાં આવતી સોસાયટી વિસ્તાર તથા 11 કેવી અમરાપર jgy જેમાં અમરાપર, પંચાસર, નાગલપર ગામ, pm આવાસ યોજના, કામધેનુ પાર્ટી પ્લોટની આસપાસના વિસ્તારમાં વીજકાપ રહેશે.

