HomeGujaratમોરબીમાં વ્યાજખોરે વેપારી પાસેથી રૂ.50 હજારના બદલે રૂ.1.50 લાખની બળજબરી ઉઘરાણી કરી

મોરબીમાં વ્યાજખોરે વેપારી પાસેથી રૂ.50 હજારના બદલે રૂ.1.50 લાખની બળજબરી ઉઘરાણી કરી

મોરબીના શક્ત શનાળા જૂના ગામમાં રહેતા તથા વેપાર કરતાં અરવિંદભાઈ હરજીભાઈ પનારાએ લિલાપર રોડ સ્થિત બોરીચા વાસમાં રહેતા ભરતભાઈ કાળુભાઈ ગોગરા સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, અરવિંદભાઈએ આરોપી પાસેથી દસ દિવસ માટે રૂ. 50,000 વ્યાજે લીધા હતા અને તેના બદલામાં પોતાની એસેન્ટ કાર નં. GJ-01-KN-8225 ગીરવે મૂકી હતી. સમયસર રૂપિયા પરત આપવા ગયા ત્યારે આરોપીએ વ્યાજ સહિત રૂ. 1,50,000ની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી હતી. તેમજ ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી કાર પરત આપવાનો ઇનકાર કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW