HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની બેઠકોનું સૂચિત રોસ્ટર જાહેર: SC, ST, OBC અને મહિલા...

મોરબી જિલ્લા પંચાયતની બેઠકોનું સૂચિત રોસ્ટર જાહેર: SC, ST, OBC અને મહિલા અનામત બેઠક માટે સૂચન મગાવાયા

મોરબી જિલ્લા પંચાયતના સીમાંકન જાહેર થયા બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 24 બેઠકોનું સૂચિત અનામત બેઠકન  રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ રોસ્ટરમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (OBC/SEBC) તેમજ મહિલા અનામતની વિગતો આપવામાં આવી છે.

**અનુસૂચિત જાતિ (SC) અનામત:**
– જાંબુડિયા બેઠક: અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત
– લજાઈ બેઠક: અનુસૂચિત જાતિ (સામાન્ય) માટે અનામત

**અનુસૂચિત જનજાતિ (ST) અનામત:**
– વાંકાનેરની પંચાસીયા બેઠક: અનુસૂચિત આદિજાતિ માટે અનામત

**સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (OBC/SEBC) અનામત:**
– વાંકાનેરની ઢુવા બેઠક: SEBC મહિલા
– હળવદની ઘનશ્યામપુર બેઠક: SEBC મહિલા
– મોરબીની ઘૂટૂ બેઠક: SEBC મહિલા
– જેતપર બેઠક: SEBC (સામાન્ય)
– ખાખરેચી બેઠક: SEBC (સામાન્ય)
– ખાનપર બેઠક: SEBC (સામાન્ય)

**મહિલા અનામત (સામાન્ય સ્ત્રી):**
– મોરબીની આમરણ
– વાંકાનેરની ચંદ્રપુર, કોઠી અને મહિકા
– ટંકારાની ઓટાળા
– હળવદની માથક અને સાપકડા
– માળિયાની સરવડ

**સામાન્ય (અનામત વગરની) બેઠકો:**
– મોરબીની બગથળા
– હળવદની ચરાડવા
– વાંકાનેરની લૂણસર
– માળિયા મિયાણાની મોટા દહીસરા
– હળવદની ટીકર
– વાંકાનેરની તીથવા

આ રોસ્ટર હાલ **સૂચિત** સ્વરૂપમાં જાહેર કરવામાં આવ્યું છે, જે રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો માટે જાણકારીના હેતુથી છે. આગામી દિવસોમાં લોકો વાંધા-સૂચનો રજૂ કરી શકશે. વાંધા પર વિચારણા બાદ ફાઈનલ રોસ્ટર જાહેર કરવામાં આવશે. આ સૂચિત રોસ્ટરમાં બેઠક બાબતે કોઈ વાંધા સૂચન હોય તો પ્રસિધ્ધિ ના 7 દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગમાં નિયમ અનુસાર રજુ કરી શકાશે

રાજ્ય ચૂંટણી પંચની આ કાર્યવાહીથી મોરબી જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનશે તેમજ અનામત વર્ગોને યોગ્ય રજૂઆત મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW