HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક નળિયા ફેક્ટરીની ઓરડીમાં આધેડનો આપઘાત

મોરબીના રફાળેશ્વર નજીક નળિયા ફેક્ટરીની ઓરડીમાં આધેડનો આપઘાત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ એક કારખાનાની લેબર કોલોનીમાં 43 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

માહિતી મુજબ, કૈલાશ નળિયાના કારખાનામાં રહીને કામ કરતા ધનજીભાઈ દેવાભાઈ ધૂમડા (ઉ.વ. 43) એ ગત તા. 22ના રોજ કોઈ અજાણ્યા કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા સાથી કામદારોમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી લેવામાં આવી છે અને આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે મૃતદેહને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW