નવી દિલ્હી, સોમવાર
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પોતાના જવાબમાં કહ્યું છે કે સરકાર પાસે દેશમાં બિટ્ક્વાઈનને ચલણ તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે ગૃહને એમ પણ જણાવ્યું હતું કે સરકાર બિટક્વાઈન લેણદેણ પર ડેટા એકત્રિત કરતી નથી. શું સરકારપાસે દેશમાં બિટક્વાઈનને ચલણ તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ છે, કે કેમ – આ પ્રશ્નના જવાબ પર નાણાં મંત્રીએ કહ્યું કે નહીં સર.
મહત્વપૂર્ણ છે કે બિટક્વાઈન એક ડિજિટલ કરન્સી છે, જે લોકોને બેન્કો, ક્રેડિટ કાર્ડ જાહેર કરનારનાઓ અથવા અન્ય ત્રીજા પક્ષોને સામેલ કર્યા વગર સામાન અને સેવાઓને ખરીદવા અને નાણાંની લેણદેણ કરવાની મંજૂરી આપે છે. તેને 2008માં પ્રોગ્રામરોના એક અજ્ઞાત સમૂહ દ્વારા ક્રિપ્ટોકરન્સીની સાથે એક ઈલેક્ટ્રોનિક ચુકવણી પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તે કથિતપણે પહેલી વિકેન્દ્રીકૃત ડિજિટલ મુદ્રા છે, જ્યાં પિયર-ટૂ-પિયર લેણદેણ કોઈપણ મધ્યસ્થ વગર થાય છે. સરકારની યોજના સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં સત્તાવાર ડિજિટલ મુદ્રા વિધેયક-2021ની ક્રિપ્ટોકરન્સી અને વિનિયમન રજૂ કરવાની છે.
આ ખરડામાં અંતર્નિહિત તકનીકોને પ્રોત્સાહન આપવા માટે કેટલીક ખાનગી ક્રિપ્ટોકરન્સીને બાદ કરતા તમામ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આરબીઆઈ દ્વારા સત્તાવાર ડિજિટલ ચલણની મંજૂરી આપવામાં આવી છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું હતું કે મંત્રાલયો અને વિભાગોએ ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન મૂડીગત ખર્ચ તરીકે 2.29 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. આ 2021-22ના 5.54 લાખ કરોડ રૂપિયાના બજેટ અનુમાનના 41 ટકા છે. તેમણે કહ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વાસ્તવિક ખર્ચ નાણાંકીય વર્ષ 2020-21માં આ વ્યયની સરખામણીમાં લગભગ 38 ટકા વધુ છે.
ઈકોનોમીમાં પાયાગત માળખાનું નિર્માણ અને તેના ઉન્નયન માટે મૂડીગત ખર્ચમાં તેજી લાવવા માટે ભારત સરકારે દેશભરમાં વિશ્વ સ્તરીય માળખાગત ઢાંચો ઉપલબ્ધ કરાવવા માટે 2020-2025ના સમયગાળા દરમિયાન 111 લાખ કરોડ રૂપિયાનું અંદાજીત પાયાગત માળખાનાં રોકાણની સાથે રાષ્ટ્રીય પાયાગત માળખા પાઈપલાઈન (એનઆઈપી) શરૂ કરી હતી. એનઆઈપીને 6835 યોજનાઓ સાથે શરૂ કરવામાં આવી હતી, તે 34 ઉપક્ષેત્રોને કવર કરતા 9000થી વધારે યોજનાઓ સુધી વિસ્તારીત થઈ ગઈ છે.
તેમણે કહ્યું છે કે એનઆઈપીથી યોજનાની તૈયારીમાં સુધાર, પાયાગત માળખામાં રોકાણ આકર્ષિત કરવા અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની આશા છે. રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન (એનએમપી) પણ 23 ઓગસ્ટ, 2021ના રાજો જાહેરક્ષેત્રની મિલ્કતમાં રોકાણના મૂલ્યને અનલોક કરવા માટે ખાનગી ક્ષેત્રની મૂડી અને પાયાગત માળાખાકીય સેવાઓને વિતરીત કરવાનની ક્ષમતાઓને અનલોક કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી. તેમણે કહ્યું છે કે મુદ્રીકરણ આવકને પાછી ગિરવી મૂકવાની પરિકલ્પના કરવામાં આવી છે. ઈખોનોમીને પ્રોત્સાહન આપવા માટે પ્રવર્તમાન/ ગ્રીનફીલ્ડ પાયાગત માળખાને વધારવા માટે. તેના પછી તેમણે કહ્યું છે કે ગતિશક્તિ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન)ને 13 ઓક્ટોબર, 2021ના રોજ એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. જેથી પાયાગત માળખાકીય કનેક્ટિવિટી યોજનાઓની એકીકૃત યોજના અને સમન્વિત કાર્યાન્વયન માટે મંત્રાલયો અથવા વિભાગોને એકસાથે લાવી શકાય.
નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ પાયાગત માળખાની આખરી મીલ કનેક્ટિવિટીની સુવિધા પણ પ્રદાન કરશે અને લોકો માટે પ્રવાસનો સમય પણ ઘટાડશે. ફૂગાવાના દર પર નાણાં મંત્રીએ ક્હ્યુ છે કે મુખ્ય જરૂરી વસ્તુઓની કિંમતોની સ્થિતિને સરકાર દ્વારા નિયમિતપણે મોનિટરિંગ કરાય રહ્યું છે અને વખતોવખત સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે કહ્યું છે કે ફૂગાવાના દરમાં તેજીનું મુખ્ય કારણ બહારના કારકો છે. જેવા કે ખનીજતેલ અને ખાદ્યતેલોની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો, જેનું આ વસ્તુઓ પર ભારતની આયાત નિર્ભરતાને કારણે ઘરેલુ ફૂગાવાના દર પર અસર પડે છે. તેમણે કહ્યું છે કે હોલસેલ મૂલ્ય સૂચકાંક ફૂગાવાના દરમાં વધારો પણ વધુ ઈંધણ અને વીજળી તથા વિનિર્મિત ઉત્પાદનોના ફૂગાવાથી પ્રેરીત છે, એકવાર ફરીથી ખનીજતેલની વૈશ્વિક કિંમતોમાં વધારો અને આંતરરાષ્ટ્રીય કમોડિટી કે ઈનપુટ કિંમતોમાં વધારાથી પ્રેરીત છે. તેમણે કહ્યું છે કે સરકારે ફૂગાવાના દબાણને ઘટાડવા માટે ઘણા આપૂર્તિ ઉપાયો કર્યા છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતોની તપાસ માટે સીતારમણે ક્હ્યું છે કે કેન્દ્ર સરકારે 4 નવેમ્બર, 2021થી પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય ઉત્પાદ શુલ્કમાં અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જવાબમાં ઘણાં રાજ્યની સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ પણ ઘટાડયો છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતોનો નિયંત્રિત કરવા માટે એક વધારાના ઉપાય તરીકે ભારત પોતાના સામરિક પેટ્રોલિયમ ભંડારમાંથી 5 મિલિયિન એટલે કે 50 લાખ બેરલ ખનીજતેલને મુક્ત કરવા માટે સંમત થયું છે. તેમણે કહ્યું છે કે આ રિલીઝ સમાનાંતરમાં અમેરિકા સહીતના અન્ય મુખ્ય વૈશ્વિક ઊર્જા ઉપભોકત્ઓ જેવા કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની સાથે ચર્ચાથી થશે.

