મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ લાંબા સમયથી બંધ જર્જરિત થઇ ગયો હતો વડોદરાના ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જુના પુલના રીપેરીંગ બાબતે થયેલા આદેશ બાદ મોરબીના પાડાપુલને પણ જર્જરિત જાહેર કરાયો હતોં ને તેના પિલર રીપેરીંગ કામગીરી શરુ કરાઈ જોકે કેટલોક ભાગ વધુ પ્રમાણમાં ડેમેજ હોવાથી પાડાપુલના બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની મહત્વપૂર્ણ કામગીરી ની જરૂરિયાત હોવાથી માર્ગ મકાન વિભાગ દ્વારા પુલ રીપેરીંગ કામગીરી માટે વાહન વ્યવહાર બંધ કરવા જાણ કરવામાં આવી હતી જોકે કોઈ કારણસર આ જાહેરનામું પ્રસિદ્ધ ન થતા પુલમાં વાહન વ્યવહાર બંધ ન થતા કામ અટક્યું હતું જોકે હવે મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરો દ્વારા આજે પાડા પુલ પર વાહન અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
આ જાહેરનામું આગામી તા. ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રિના ૧૧:૦૦ કલાકથી અમલી બનશે અને સમારકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે
એસ.ટી. બસની સુવિધા માટે જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગો મુજબ, મોરબી કે રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ જતી એસ.ટી. બસો હવે નવા બસ સ્ટેન્ડથી ભકિતનગર ઓવરબ્રીજ નીચેથી પસાર થઈ દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને નેકસેસ સિનેમાથી મચ્છુ નદી ક્રોસ કરી રવિરાજ ચોકડી થઈને જઈ શકશે. તેવી જ રીતે, કચ્છ તરફથી આવતી બસોએ માળીયા ફાટક અને અમદાવાદ તરફથી આવતી બસોએ મહેન્દ્રનગર ચોકડી એમ બંને રૂટની બસોએ રવિરાજ ચોકડી પહોંચી, મચ્છુ નદી ક્રોસ કરી નેકસેસ સિનેમાથી વાવડી ચોકડી અને પંચાસર ચોકડી થઈ નવા બસ સ્ટેન્ડ તરફ જવાનું રહેશે.
એસ.ટી. બસ સિવાયના અન્ય વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત મોરબી શહેરથી સામાકાંઠા વિસ્તાર તરફ જવા માંગતા વાહનો શક્તિ ચોકથી મયુર પુલ ઉપર થઈ લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ જઈ શકશે. જ્યારે સામાકાંઠા વિસ્તારથી મોરબી શહેર તરફ આવવા માટે વાહનચાલકોએ લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફથી બેઠા પુલ પર થઈ શક્તિ ચોક તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.