HomeGujaratમોરબીના માળિયા ફાટક નજીક ટ્રકની ઠોકર વાગતા રસ્તો ઓળંગતા યુવકનું મોત

મોરબીના માળિયા ફાટક નજીક ટ્રકની ઠોકર વાગતા રસ્તો ઓળંગતા યુવકનું મોત

મોરબીના માળિયા ફાટક ઓવર બ્રીજ નજીક આવેલી મશરુભાઇની ચાની દુકાન પાસે નિજામ રહીમભાઈ મોવર તેના કૌટુંબિક કાકા સાથે ઉભા હતા અને ત્યાં ચર્ચા કરી નીજામને ઇન્દિરાનગર વિસ્તારમાં કોઈ કામ હોવાથી ત્યાંથી છુટા પડ્યા હતા જોકે નિજામ હજુ રસ્તો ઓળંગે તે પહેલા જીજે 10 ઝેડ  7453 નંબરનો ટ્રક કાળ બનીને ત્રાટક્યો હતો અને રસ્તો ઓળંગી રહેલા નિજામ સાથે ટ્રક અથડાયો હતો  અચાનક બનેલી ઘટનામાં યુવકને બચવાનો પણ મોકો મળી શક્યો ન હતો અને ટ્રક સીધો તેના માથા પર ચઢી જતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ટ્રકનું વ્હીલ માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવને પગલે આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ટ્રક ચાલકને ઘેરી લઇ પોલીસ મથક જવા સમજાવ્યો હતો બીજી તરફ મૃતકના કૌટુંબિક કાકા પણ સ્થળ પર પહોચી જઈ પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ  અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW