HomeGujaratમોરબી તાલુકાના માણેકવાડા ગામમાં 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી

મોરબી તાલુકાના માણેકવાડા ગામમાં 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી

પ્રજાસતાક પર્વની ધ્વજવંદન કાર્યક્રમ સાથે ભારતમાતા પૂજન દ્વારા કરવામાં આવી.શાળાના આચાર્ય દ્વારા વાલીઓ ને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જાગૃત રહેવા,સક્રિય રહેવા વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપી હતી.બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના કુમાર કન્યાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાષ્ટ્ર ભક્તિના ગીતો, હાસ્ય નાટકો,યોગ, પિરામિડો વિગેરે રજૂ કરવામાં આવ્યા હતા.આ પર્વમાં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ શીલ્ડ અને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ ૧ થી ૮માં વાર્ષિક હાજરીમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ CET, NMMS, વિજ્ઞાન મેળામાં સહભાગીતામાં , પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉતીર્ણ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
દર વર્ષની માફક આ વર્ષે પણ દરેક વિધાર્થીઓને શીલ્ડ, શૈક્ષિણક સામગ્રી દાતા રતિભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા ,પૂર્વ ઉપસરપંચ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાના વરદ્ હસ્તે ધ્વજ વંદન અને માણેકવાડા પ્રાથમિક શાળાને આ વર્ષ 2025 નો સક્ષમ શાળાનો તાલુકા અને જિલ્લા સ્તરનો પુરસ્કાર શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ ભીમાણીને અર્પણ કરવામાં આવ્યો હતો,આ તકે રતિભાઈ દેત્રોજા, કિશનભાઇ દેત્રોજા ,ગ્રામજનો , વાલી ગણ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વંદે માતરમ્ ગાન સાથે સમાપન થયું હતું.કાર્યક્રમનું સુંદર સંચાલન  હિતેશભાઈ ગોપાણી દ્વારા થયું હતું…
કાર્યક્રમને અસરકારક અને સફળ બનાવવામાં વિધાર્થીઓ અને શાળાના સમગ્ર શિક્ષક ગણ, મભોયો કર્મચારી જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW