HomeGujaratમોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય જિલ્લાની ‘શ્રેષ્ઠ શાળા’ જાહેર: પ્રજાસત્તાક પર્વની...

મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય જિલ્લાની ‘શ્રેષ્ઠ શાળા’ જાહેર: પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન કરાયું સન્માન

શિક્ષણ ક્ષેત્રે મોરબીનું ગૌરવ અપાવનાર શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલયને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ‘શ્રેષ્ઠ શાળા’ તરીકે પ્રથમ ક્રમે પસંદ કરવામાં આવી છે. ટંકારા મુકામે આયોજિત જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન શાળાની આ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ યોજાયેલા સન્માન સમારોહમાં શાળાના ટ્રસ્ટી અને આચાર્યનું  સન્માન કરવામાં આવ્યું હતું.

આ ગૌરવપૂર્ણ સન્માન પત્ર  કલેક્ટર તથા ધારાસભ્યના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા શાળાની શૈક્ષણિક ગુણવત્તા, શિસ્ત અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને આ એવોર્ડ એનાયત કરાયો છે.શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલયની આ સફળતાથી શાળા પરિવાર, સંચાલક મંડળ અને વિદ્યાર્થીનીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આ સિદ્ધિ દ્વારા શાળાએ મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW