HomeGujaratસિરામિક ઉદ્યોગને માળખાકીય સગવડ, જીએસટી સ્લેબમાં ફેરફાર અને નેચરલ ગેસને જીએસટી માં...

સિરામિક ઉદ્યોગને માળખાકીય સગવડ, જીએસટી સ્લેબમાં ફેરફાર અને નેચરલ ગેસને જીએસટી માં સમાવવા માગ

આગામી ફેબ્રુઆરી માસમાં કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026 -27 નું બજેટ જાહેર કરવા તૈયારી કરી રહ્યું છે અને આ બજેટ ને લઇ સામાન્ય નાગરીકો થી લઇ ઉદ્યોગકારોને કેન્દ્ર સરકારના આ બજેટની ઇન્તેજારી છે.ગત વર્ષે સરકાર દ્વારા ઉદ્યોગ પર સીધું ફોકસ આપવાના બદલે લોકોના હાથમાં વધુ નાણા આવે તેવા નિર્ણય લીધા હતા.જોકે આ વર્ષે સિરામિક ઉદ્યોગ હોય કે અન્ય નાના મોટા ઉદ્યોગ તેમની લાંબા સમયની માંગણી સંતોષાઈ તેવી આશા સેવી રહ્યું છે ત્યારે મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનને પત્ર લખી રજૂઆત કરી છે

સિરામિક એસોની રજૂઆત મુજબ મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક માર્કેટ માં ભાવ સામે લડી રહ્યું છે જેનું મુખ્ય કારણ સતત વધી રહેલું ઉત્પાદન ખર્ચ છે ત્યારે સરકાર દ્વારા જીએસટી સ્લેબ 18 ટકા થી ઘટાડો કરી 5 ટકા સુધી લાવવા, નેચરલ ગેસ કે જે સિરામિક ઉદ્યોગ માટે મહત્વનું ઇંધણ છે અને સૌથી મોટી ખપત સિરામિક ઉદ્યોગમાં હોય ત્યારે કેન્દ્રીય સરકાર તેને હવે જીએસટીના સ્લેબમાં લાવે તે જરૂરી છે નેચરલ ગેસ જીએસટીનો ભાગ ન હોવાથી ઉદ્યોગને ઈનપુટ ક્રેડીટનો લાભ મળી શકતો નથી જેથી વહેલી તકે નેચરલ ગેસને જીએસટીમાં સમાવવા માગ કરવામાં આવી છે.મોરબી રાજકોટ સિરામિક ક્લસ્ટરમાં સેન્ટ્રલ ગ્લાસ સિરામિક રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ સમાન અદ્યતન લેબોરેટરીની સ્થાપના કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW