સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે એક તરફ રાજ્યમાં ચૂંટણી પંચ એસ આઈ આરની કામગીરીમાં વ્યસ્ત છે તો બીજી તરફ નવી મહાનગર પાલિકાની રચના બાદ અનેક ગામ મહા પાલિકામાં ભળતા અનેક બેઠક રદ થવાની હોય અને તેના કારણે રાજકીય પક્ષ ચૂંટણીની તૈયારી માટે થનગની રહ્યું હતું જોકે નવું સીમાંકન જાહેર ન થવાના કારણે કઈ બેઠકમાં કોને સ્થાન આપવું તે અંગે હજુ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યો હતો જોકે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ બેઠકના નવા સીમાંકનની જાહેરાત કરી છે
મોરબી જિલ્લા પંચાયતમાં બેઠકની સ્થિતિ જોઈએ તો તેમાં કોઈ વધારો-ઘટાડો કરાયો નથી પણ જે વિસ્તાર મનપા માં ભળ્યા છે તેમને બાદ કરી તેના સ્થાને નવી બેઠક અસ્તિત્વમાં આવી છે આ 24 બેઠકમાંથી એક અનુ સૂચિત જાતી સ્ત્રી અને એક અનુસુચિત જાતિ સામાન્ય જાહેર થઇ છે તો એક બેઠક અનુ સૂચિત જન જાતિ માટે અનામત જાહેર કરાઈ છે આ ઉપરાંત પ્રથમ વખત ઓબીસી અનામત જાહેર થતા તેમાં 6 બેઠક અનામત જાહેર થઇ છે જેમાં ત્રણ ઓબીસી મહિલા જયારે 3 ઓબીસી સામાન્ય રહેશે કુલ અનામત બેઠક 7 જાહેર થઇ છે મહિલા માટે ૭ બેઠક અનામત જાહેર કરાઈ છે
જિલ્લા પંચાયત સીટ નો પ્રકાર
આમરણ ઓબીસી સ્ત્રી
બગથળા ઓબીસી સ્ત્રી
ચંદ્રપુર ઓબીસી સ્ત્રી
ચરાડવા ઓબીસી સામાન્ય
ઢૂવા ઓબીસી સામાન્ય
ઘનશ્યામ પુર ઓબીસી સામાન્ય
લજાઈ અનુ.જાતિ સ્ત્રી
મકનસર અનુ સૂચિત જાતિ (નવી )
જાંબુડિયા અનુ સુચિત જન જાતિ (નવી)
ઘૂંટુ સામાન્ય સ્ત્રી
જેતપર સામાન્ય સ્ત્રી
ખાખરેચી સામાન્ય સ્ત્રી
લક્ષ્મી નગર સામાન્ય સ્ત્રી (નવી)
મહિકા સામાન્ય સ્ત્રી
માથક સામાન્ય સ્ત્રી
મોટા દહીસરા સામાન્ય સ્ત્રી
નેકનામ સામાન્ય સ્ત્રી( નવી)
ઓટાળા સામાન્ય
રાજા વડલા સામાન્ય
રાતી દેવળી સામાન્ય
સાપકડા સામાન્ય
સરવડ સામાન્ય
ટીકર સામાન્ય
તીથવા સામાન્ય

