મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી-વાંકાનેર નેશનલ રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી આગળ ઉમીયાનગર જવાના રસ્તે આવેલ અક્ષરકોલેક્ષ નજીકથી ભાવેશભાઇ નિરૂભાઇ જાદવ (ઉ.વ. 33) રહે. લાલપર તા.જી.મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટનો લોખંડનો તમંચો હથીયાર નંગ-01 કિંમત રૂ. 2,000ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે આરોપીને પકડી લઇ તેની વિરુદ્ધ હથીયાર ધારા હેઠળ ગુનાની નોધ કરી છે.

