HomeGujaratમોરબીમાં રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

મોરબીમાં રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

મોરબીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી માટે રાજનગર યુવા ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 સપ્ટેમ્બરે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી પંચાસર રોડની 8 અલગ-અલગ સોસાયટીઓમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે હરસિદ્ધિ હનુમાનજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે. બપોરે 12 વાગ્યે મુખ્ય મટકી ફોડ અને લાઈવ મહાઆરતીનું આયોજન કરાયું છે. મહાઆરતી બાદ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજનગર યુવા ગ્રુપે શહેરના ભક્તજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્માષ્ટમી મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW