HomeGujaratમોરબી તથા જામનગરના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો...

મોરબી તથા જામનગરના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો શખ્સ દ્વારકાથી ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા રહે. વાગધારી,ફુટતાલાબ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો હાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ખેત મજુરી કામ કરતો હોવાની બાતમી મળતા તુરંત બાતમીવાળી જગ્યાએ જઇ પોલીસે તપાસ કરતા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવભૂમિ દ્રારકા જીલ્લાના ખંભાળીયાના ભાતેલ ગામની સીમ સિધ્ધરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આમ, મોરબી જીલાના ટંકારા પોલીસ સ્ટેશનના એક તથા જામનગર જીલ્લાના પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બે મળી એમ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW