HomeGujaratમોરબીમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર બે મહિલાઓ સામે ફરિયાદ...

મોરબીમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર બે મહિલાઓ સામે ફરિયાદ દાખલ

માળીયાના મોટાભેલા ગામના રહેવાસી તથા મોરબી મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતા વિપુલભાઈ લખમણભાઈ છૈયા દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરીયાદી વિપુલભાઈ તથા તેમના સહકર્મચારીઓ મોરબી મહાનગરપાલિકામાં રખડતા ઢોર પકડવાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર કારીયા સોસાયટી વિસ્તારમાં રહેતી દેવુબેન ભરવાડ તથા ભાનુબેન ભરવાડે ઉગ્ર અવાજે બોલાચાલી કરી હતી. આરોપી મહિલાઓએ પકડવામાં આવેલી ગાયોને બળજબરીપૂર્વક છોડાવી લઈ જઈ ફરીયાદી અને તેમના સાથીઓની કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW