HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર આવેલ પાનની દુકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક શખ્સની...

મોરબી-માળીયા હાઇવે પર આવેલ પાનની દુકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી SOG સ્ટાફને બાતમી મળેલ કે, નવઘણભાઇ કિશોરભાઈ છીપરીયા/કોળી રહે. કુબેરનાથ સોસાયટી મોરબી વાળો માળીયા-મોરબી હાઇવે ધ ફર્ન હોટલની સામે હોટેલ ફન ઇમ્પીરીયલની બાજુમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની ડીલક્ષ પાનની દુકાનમાં માં ગે.કા. મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે તે જગ્યાએ રેઇડ કરતા ત્યાંથી મેફેડ્રોન પાવડર 14 કિગ્રા, રોકડ રૂ. 29,600 અને 2 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,01,600નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી નવઘણભાઇ કિશોરભાઈ છીપરીયાને પકડી લઇ તેનો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW