HomeGujaratમોરબીના ઝીકીયારીમાં ગાડા માર્ગ બંધ કરી દેનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો નોધાયો

મોરબીના ઝીકીયારીમાં ગાડા માર્ગ બંધ કરી દેનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો નોધાયો

મોરબી તાલુકાના ઝીકીયારી ગામમાં રહેતા અને ખેતી કરતા જયંતીભાઈ શંકરભાઈ બાવરવા નામના ખેડૂતની  ઝીકીયારી ગામની હદમાં સર્વે નં.૧૦૨ પૈકી ૨માં ખેતીની જમીન આવેલી હોય અને આ ખેતરમાં અવર જવર માટેનો ગાડા મારગ ભુદરભાઇ ત્રિભોવનભાઇ બાવરવા  જમીન સર્વે નં.૧૦૨ પૈકી ૧ માંથી પસાર થતો હોવા છતાં આરોપી પિતા પુત્ર  ચાલવા દેતા ન હોઇ અને બન્ને વચ્ચે તકરાર થતા જયંતીભાઈ  મોરબી તાલુકા મામલતદાર સમક્ષ મામ.કોર્ટ કેશ નં.૦૬/૨૦૨૧ કેશ કરતા  મોરબી તાલુકા મામલતદાર દ્વારા  તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, સંચ ,ગાડા વિગેરેની અવર જવર કરી શકે તેટલો મારગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઇપણ રીતે અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ન કરવા માટે કાયમી હુકમ કરેલ હોવા આ  આરોપી ભુદરભાઇ ત્રિભોવનભાઇ બાવરવા  અને તેનો પુત્ઓર ભાવેશભાઈ ભુદરભાઈ ગત તા.૧૫/૧૧/૨૦૨૫ થી ફરીયાદીને અવર જવર કરવા દેતા ન હોઇ મામલતદાર મોરબી તાલુકાના હુકમનું પાલન ન કરતા અંતે મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ માટે હુકમ કરતા જયંતીભાઈએ  પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોધાવતા મોરબી તાલુકા પોલીસે BNS કલમ ૨૨૩ મુજબ  ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW