ટંકારાના જબલપુર ગામના પાટીયાથી ખજુરા હોટલની વચ્ચે રોડ ઉપર ફરીયાદી વિજયભાઇ કીશોરભાઇ ચૌહાણ અને તેના પત્ની ગાયત્રીબેન GJ-03-NQ-1994 નંબરના બાઈકમાં રાજકોટથી આમરણ દર્શને જતા હોય તે દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે રોડ જબલપુર ગામના પાટીયાથી નજીક પહોંચતા ગાયનુ ટોળુ રોડ ઉપરથી પસાર થતા વિજયભાઈએ બાઈકની સ્પીડ ધીમી કરતા GJ-36-AC-4312 નંબરના કાર ચાલકે પોતાની કાર પુર ઝડપે ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કાર પરનો પોતાનો કાબુ ગુમાવી વિજયભાઈના બાઈકને પાછળથી ભટકાડી એક્સીડન્ટ કરતા વિજયભાઈને શરીરે મુંઢ ઇજા તથા ફરીયાદીના પત્ની સાહેદ ગાયત્રીબેનને માથામાં તથા શરીરે છોલછાલ જેવી ઇજા તથા જમણા હાથના કાંડાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપી કાર ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

