HomeGujaratમોરબીમાં SIR કામગીરી દરમિયાન બીએલઓ ની તબિયત લથડી સારવાર અર્થે ખસેડાયા

મોરબીમાં SIR કામગીરી દરમિયાન બીએલઓ ની તબિયત લથડી સારવાર અર્થે ખસેડાયા

રાજ્યભરમાં હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશને પગલે સ્પેશ્યલ ઇનીસીએટીવ ઓફ રીવીઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે અને તેમાં મતદારોને લગતી માહિતી માટે દરેક મતદાન બુથ દીઠ એક બુથ લેવલ ઓફીસર નીમવામાં આવ્યા છે અને જેમની પાસે તેમના બુથમાં આવતા મતદારોને ફોર્મ વિતરણ અને તેમના પાસેથી ફોર્મ ભરી ઓનલાઈન કામગીરી કરવાની રહે છે

આ કામગીરીમાં ઉપરી અધિકારી દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતા હોવાની અલગ અલગ જિલ્લામાંથી ફરિયાદ ઉઠી છે કેટલીક સ્થિતિમાં બી એલ ઓ આપઘાત કરવા જે વી સ્થિતિએ પહોચી ગયા છે એક બી એલ ઓને દરરોજ 100 જેટલા ફોર્મ ભરી ઓનલાઈન સબમિટ કરવાની કડક ઉઘરાણીને પગલે મોટાભાગના બી એલ ઓ દિવસમાં ફિલ્ડ વર્ક કરે છે તો મોડી રાત સુધી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરે છે અને આ કામગીરીમાં તેમને મોટા પાયે મુશ્કેલી થઈ રહી છે ત્યારે સતત કામના તણાવને કારણે પણ બીએલ ઓની તબિયત લથડતી હોવાની ફરિયાદ સામે આવી રહી  છે

ત્યારે મોરબીમાં આજે મોરબી પ્રાંત કચેરી ખાતે ફોર્મ સ્ક્રૂટિની કામગીરી વખતે મનીષભાઈ જેઠવા નામના બીએલઓની તબિયત લથડી હતી અને ત્યાં ઢળી પડ્યા હતા. જે બાદ 108ની મદદ લેવામાં આવી હતી અને 108ની મદદથીસ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW