HomeGujaratમોરબીમાં પિતાની સારવાર માટે રૂપિયા લીધા બાદ આધેડ વ્યાજના વિષ ચક્રમાં...

મોરબીમાં પિતાની સારવાર માટે રૂપિયા લીધા બાદ આધેડ વ્યાજના વિષ ચક્રમાં ફસાયો, બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

મોરબી ના ધરમપુર ગામના વતની અને હાલ ચંદ્રેશનગરમાં ભાડાના મકાનમાં રહેતા અરવિંદભાઈ દેવશીભાઈ માકાસણા નામના આધેડના પિતા ને હાર્ટએટેક આવતા સારવાર માટે તેઓને રૂપિયાની જરૂર હોવાથી તેમના ગામના મનીષ બાલુભાઈ સુરાણી નામની વ્યક્તિ પાસેથી રૂ 30 હજાર 10 ટકા માસિક વ્યાજે લીધા હતા જેના બદલામાં તેઓએ રૂ 3,00,000 જેટલી રકમ ચૂકવી હતી આ દરમિયાન તેઓને ફરી હોસ્પિટલ માટે વધુ રૂપિયાની જરૂર પડતા મનીષના પરિચિત નાગડાવાસ ગામના આનંદ ભાઈ કિશોરભાઈ ધ્રાંગા નામની વ્યક્તિ પાસેથી  2 લાખ રૂપિયા લીધા હતા જેના વ્યાજ પેટે રૂ 4 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં બન્ને વ્યાજખોરો દ્વારા સતત ઉઘરાણી કરતા અરવિંદભાઈ કંટાળી જઈ ગત તા 12 ના રોજ એસીડ પી આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો સદનસીબે જે તે વખતે તેમના પત્નીને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા તેમનો જીવ બચી ગયો હતો

વારંવાર થતી ઉઘરાણીથી કંટાળી અરવિંદભાઈએ તાલુકા પોલીસ મથકમાં આરોપી મનીષ બાલુભાઈ સુરાણી અને આનંદ ભાઈ કિશોરભાઈ ધ્રાંગા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે  ગુન્હો નોધી તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW