HomeGujaratમોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં વૃદ્ધા પર લાકડાના ધોકાથી હુમલો

મોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં વૃદ્ધા પર લાકડાના ધોકાથી હુમલો

મોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતી 55 વર્ષીય વૃદ્ધા પર તેમના જ દીકરાના સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

ફરિયાદી નંદુબેન છગનભાઈ સોલંકીએ ભડીયાદ ગામના લલીતભાઈ ખેંગારભાઈ ઉભડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીએ નંદુબેનને તેમની બહેનને કેમ હેરાન કરો છો તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને લાકડાના ધોકાથી તેમના બંને પગ તેમજ વાસાના ભાગે માર માર્યો હતો.

હુમલા બાદ આરોપીએ નંદુબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW