HomeGujaratમોરબી: સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠકનું...

મોરબી: સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન

મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મોરબી શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. શોભાયાત્રાને લઈને સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણ જન્મોત્સવના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમો, રાત્રિના સમયે યોજાનારા મટકી ફોડ કાર્યક્રમો, શોભાયાત્રાના રૂટ, વ્યવસ્થા તેમજ વિવિધ આયોજકો વચ્ચે સંકલન સહિતના મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં સર્વે હિન્દુ સંગઠનના અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપરાંત મોરબી વેપારી એસોસિયેશનના આગેવાનો, ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો, ગરબી મંડળોના આયોજકો, વિવિધ હિન્દુ સમાજના આગેવાનો તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડના કાર્યક્રમો યોજતા આયોજકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

બેઠકની વિગતો:
📅 તારીખ: ૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર
⏰ સમય: રાત્રે ૯:૩૦ કલાકે
📍 સ્થળ: શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજાય અને સમગ્ર આયોજન સફળ બને તે માટે હિન્દુ સમાજના આગેવાનો, આયોજકો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW