ઈઝરાયલે તમામ વિદેશી પ્રવાસીઓનો દેશમાં પ્રવેશ અટકાવ્યો, ઓમિક્રોન વેરિયંટને લઈ લીધો નિર્ણય
કોરોના વાયરસના કેસ ભારતમાં ઘટી ગયા છે. દુનિયાના કેટલાક દેશમાં કોરોના વાયરસનો નવો વેરિયંટ વધારે સક્રિય થઈ રહ્યો છે. જેને લઈને દુનિયાના કેટલાક દેશે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. ખાસ કરીને પરિવહન પર એકાએક બ્રેક મારી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પણ આ નવા વેરિયંટને લઈને ગાઈડલાઈન્સ અને આદેશ કરવામાં આવ્યા છે. કોરોનાવાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનને કારણે, ઇઝરાયેલે તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
રીપોર્ટ એવા છે કે ઇઝરાયેલે વિદેશથી આવતા તમામ લોકો માટે પોતાના દેશની સરહદો બંધ કરી દીધી છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત પ્રથમ દર્દી શુક્રવારે જ મળી આવ્યો હતો. આ પછી જ ઇઝરાયેલે દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. પહેલા કેસને ધ્યાન લઈને ઇઝરાયલે આ મોટો નિર્ણય લીધો છે. ઇઝરાયેલે તમામ વિદેશી પ્રવાસીઓ માટે પોતાની સરહદો બંધ કરી દીધી છે. બીબીસીના રીપોર્ટ અનુસાર સ્થાનિક મીડિયાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ વિદેશી પ્રવાસીઓના દેશમાં 14 દિવસ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.

રવિવાર રાતથી એવી ધારણા હતી કે પ્રતિબંધ શરૂ થઈ શકે છે. આ પહેલા પણ ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાથી મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓ પર દુનિયાના બાકી દેશની પણ નજર છે. કોરોનાવાયરસના નવા વેરિયંટની ચર્ચા કરવા માટે શુક્રવારે બોલાવવામાં આવેલી કેબિનેટની એક ખાસ બેઠકમાં વડા પ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે તે આ નવો વેરિયંટ વધુ ચેપી છે. ડેલ્ટા સ્વરૂપ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓ આ અંગે વધારે માહિતી એકઠી કરી રહ્યા છે.
હકીકત એવી પણ છે કે, કોરોના વાયરસ એક મહિનામાં નથી ફેલાતો એનાથી બમણી ગતિથી આ નવો વેરિયંટ સંક્રમિત થાય છે. અમે હાલમાં કટોકટીના સ્ટેડ પર છીએ. તેમણે કહ્યું, મેં દરેકને તૈયાર રહેવા અને ચોવીસ કલાક કામ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સરકારે બાદમાં એવું પણ કહ્યું કે આફ્રિકા ક્ષેત્રના તમામ દેશો આને લઈને એલર્ટ હશે. ‘રેડ કન્ટ્રીઝ’ની શ્રેણીમાં રાખવામાં આવશે. ઈઝરાયેલના લોકોને પણ આ દેશોમાં જવા પર પ્રતિબંધ છે. ત્યાંથી પાછા ફરનારા લોકોએ નિશ્ચિત સમય માટે અલગ-અલગ રહેવું પડશે.

