મોરબી પીજીવીસી એલ કચેરીમાં આજે એસીબીની ટીમ ત્રાટકી હતી અને એક નાયબ ઈજનેર અને તેના વતી લાંચ લેનાર વચેટિયાને રૂ 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા સપાટો બોલી ગયો હતો અરજદારોની અવરજવર થી ધમધમતી કચેરીમાં અચાનક એસીબી અગાઉથી છટકુ ગોઠવી રાખ્યા બાદ જેવી આરોપીઓએ લાંચ સ્વીકારી કે તુરત બન્નેને ઝડપી લઇ તેના વિરુદ્દ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી કરતી એક ખાનગી કંપની માલિક દ્વારા બે કંપનીના સોલાર પ્લાન્ટનું ઈંસ્ટોલેશન કામ કર્યું હતું જે બન્ને સોલાર પ્લાન્ટમાં સમયસર મીટર લગાવવા તથા આ સોલાર પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન કરવા પીજી વીસી એલની વિભાગીય કચેરી 1 માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા મીનેષભાઈ અરજણભાઈ જાદવ દ્વારા રૂ 20 હજારની લાંચ માંગવામાં આવી હતી જોકે આ લાંચ આપવી ન હોવાથી તેઓએ એસીબીને જાણ કરતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે એચ ગોહિલના સુપર વિઝનમાં પી આઈ જે એમ આલ દ્વારા વેજીટેબલ રોડ પર આવેલા પીજીવીસીએલ કચેરીમાં છટકું ગોઠવ્યું હતું જે બાદ ફરિયાદીને અગાઉ થી નક્કી કરેલ રકમ લઇ કચેરીમાં મોકલ્યા હતા અગાઉ થયેલી વાતચીત મુજબ નાયબ ઈજનેર દ્વારા તેના વચેટિયા પ્રવિણ નાનજીભાઈ માકાસણા મારફતે આ રકમ સ્વીકારતા એસીબીએ બન્નેને ઝડપી લીધા હતા જે બાદ બન્નેને મોરબી એસીબી કચેરી ખાતે લઇ જવાયા હતા અને બન્ને વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

