રાજ્ય માં દિવાળી પહેલા રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે મોટા ભાગના ધારાસભ્યો માંથી પોતાના મંત્રી પદ મળવાની રાહ જોઈ રહ્યા હતા જોકે હાલના મંત્રીઓમાંથી ગણ્યા ગાંઠયા મંત્રીના રાજીનામાંની ચર્ચા વચ્ચે આજે એક સાથે તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવા મંત્રીઓના લીસ્ટ પણ રાજ્યપાલને મોકલી દીધા છે આવતીકાલે તમામ નવા મંત્રીના શપથ વિધિ થશે
આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળશે. સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે.
શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે, . સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે.
નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીનાં સમીકરણો પણ બની શકે છે. ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે.
આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે એ સ્વર્ણિમ સંકુલના બન્ને વિભાગની તમામ ચેમ્બરોની સફાઇ કરી દેવામાં આવી છે. સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના 6થી 7 સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે એવી શક્યતા છે.

