મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઊજવી શકે એ માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રૂ.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
ક્યા કર્મચારીઓને બોનસ મળશે?
1) રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના
2) વિધાનસભા અધ્યક્ષના
3) દંડકના, નાયબ દંડક અને ઉપદંડકના
4) પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના
5) ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજના
6) બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારી
ઓગસ્ટમાં એસ.ટી. કર્મચારીનું મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું હતું.
આ પહેલાં 26 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે.

