HomeGujaratમોરબીમાં ફરી વરસાદી વિઘ્નને કારણે ચોમાસુ પાકને ખતરો , ખેડૂતોની ચિંતા વધારી

મોરબીમાં ફરી વરસાદી વિઘ્નને કારણે ચોમાસુ પાકને ખતરો , ખેડૂતોની ચિંતા વધારી

મોરબી જિલ્લામાં નવરાત્રીના પર્વ વચ્ચે રવિવારે રાત્રે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો જેના કારણે એક તરફ ખેલેયા ઓની મજા બગડી તો બીજી તરફ જગતના તાતના જીવ અદ્ધર કરી દીધા છે કારણ કે કેટલાક વિસ્તારમાં પવન સાથે થયેલા વરસાદ ને પગલે પાક નમી ગયો હતો તો ક્યાંક ક્યાંક કપાસના જીંડવા ખરી પડ્યા હતા આ ઉપરાંત જે ખેડૂતો એ મગફળી ઉપાડી લીધી હતી પણ યાર્ડ સુધી નથી પહોંચાડી શક્યા તેવા ખેડૂતને નુકશાન થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

 

બંગાળ ની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ ગુજરાતના મધ્યમાંથી પસાર થતા ચોમાસા ના વિદાય બાદ પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.રવિવારે સમગ્ર મોરબી જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે અડધા થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પવન સાથે વરસેલા આ વરસાદે ફરી એકવાર ખેડૂત પર મોટો માર માર્યો હોય તમે ખેડૂતો જણાવી રહ્યા છે દશેરા બાદ થી ખેડુતો મગફળી ઉપાડી લેતા હોય છે અને થોડા સમય ખેતરના તાપમાં રાખી તેનો ભેજ ઓછો થયા બાદ યાર્ડમાં વેચવા જતા હોય છે કપાસમાં પણ આગોતરા વાવેતર કરેલા હોય તેવા ખેડૂત કપાસ વીણવા ની તૈયારી શરૂ કરી દીધી હતી કેટલાક ખેડૂતો એ પાક વીણવાની શરૂઆત કરી દીધી હતી જોકે આ છેલ્લી ઘડીએ આવેલા વરસાદે બન્ને પાકને નુકશાન દાયક નિવડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW