સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વિવિધ પંચાયતોમાં બદલીનો દૌર શરુ થયો છે. રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગુર્હ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે એક સાથે 27 તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીની બદલીના ઓર્ડર કર્યા છે આ ઓર્ડરમાં દાંતીવાડા તાલુકા પંચાયતના TDOને પી ટી પાયઘોડેને ભરૂચ જિલ્લાની ડીઆરડીએમાં મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે મુકાયા છે આ ઉપરાંત હિતેશકુમાર વાલજીભાઈ પટેલને દાંતીવાડાના TDO બનાવાયા છે નીતિન કુમાર રતુભાઈ ચૌધરીને મોડાસાથી શંખેશ્વર, અંજલી જગદીશ ચૌધરીને ચોટીલામાંથી મોડાસા, સરજુ અશોકભાઈ જેઠવાને ઉપલેટાથી ચોટીલા,ઋષિકુમાર ત્રિવેદીને ગીર ગઢડાથી ઉપલેટા,જયદીપ પ્રવીણભાઈ વણ પરિયાને જેતપુરથી મોરબી, પીઠાભાઈ સમતભાઈ ડાંગરને મોરબી થી જેતપુર,પાયલબેન ભરતભાઈ ચૌધરી ને વાંકાનેર ટીડીઓ, દીપક મેરૂભાઈ ખાંભલાને કુકાવાવ (વડીયા), મિલનકુમાર પાવરાને માળિયા હાટીનાથી મહુવા (સુરત) વિનોદ જગશીભાઈ પરમારને દસાડાથી માળિયા હાટીના,સંજય કુમાર ઉપલાણાને ભુજથી દસાડા તાલુકા પંચાયત,ભાવેશ રમેશભાઈ પટેલને અંજાર ટીડીઓ નરેશ એમ લાડુમોર ને બોરસદ તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ મુક્યા છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ આગામી દિવસોમાં હજુ પણ લાંબા સમયથી ટીડીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીની બદલી થવાની શક્યતા સેવાઈ રહી છે

