વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા 32 વર્ષીય નિકીરાજસિંહ પ્રધુમનસિંહ ઝાલા નામનો યુવક લાંબા સમયથી ડીપ્રેશનમાં હતો જેની સારવાર ચાલી રહી હતી દરમિયાન 15 દિવસ પહેલા તેમની માતાનું પણ અવસાન થતા દુઃખી થઇ ગયો હતોં અને આઘાતમાં સરી પડ્યો હતો માતાના મોતથી ગુમ સુમ રહેતા નીકીરાજે ગઈ કાલે તેમના ઘરના રૂમમાં પંખાના હુક સાથે સાડી બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

