HomeGujaratમોરબીના રંગપરની સીમમાં જૂની અદાવતમાં યુવક પર પાઇપ-ધોકાથી હુમલો, બે સામે ફરિયાદ

મોરબીના રંગપરની સીમમાં જૂની અદાવતમાં યુવક પર પાઇપ-ધોકાથી હુમલો, બે સામે ફરિયાદ

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલી ચા-પાનની દુકાને મોડી રાત્રે બેઠેલા યુવક પર થાર અને સ્કોર્પિયો કારમાં આવેલા બે શખ્સોએ જૂની અદાવતના કારણે લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે કાંતિનગર સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ કરીમભાઈ સમાણી (ઉ.વ.૩૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફારૂક મોવર અને ઈરફાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના બનેવી અનવર માલાણી સાથે આરોપીઓને કોઈ બાબતે મનદુઃખ ચાલતું હતું. આ જૂની અદાવતના કારણે બંને આરોપીઓ થાર તથા સ્કોર્પિયો કારમાં આવી લાકડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો.

હુમલામાં યુવકને બંને હાથ-પગ, કમર તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ, તેને ફ્રેક્ચર સહિતની મલ્ટીપલ ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી. આ ઉપરાંત આરોપીઓએ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW