સ્વામી દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતી નિમિતે રાજ્ય સરકારે ટંકારા ગ્રામ પંચાયત આર્યનગર તેમજ કલ્યાણપર એમ ત્રણ ગામને જોડી નગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. કલ્યાણપર ગ્રામ પંચાયતના વિરોધ બાદ તેને બાકાત રાખી ટંકારા તેમજ આર્યનગરને ભેળવી સત્તાવાર રીતે આ બંન્ને નગરપાલિકામાં ભેળવી દેવાયા હતા. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાલ નગર પાલિકાની ચૂંટણીની તૈયારી તેજ કરી દીધી છે, જેને લઇ વિવિધ વોર્ડના સીમાંકન અને વોર્ડ રચના થઇ રહી છે, ત્યારે ટંકારા નગર પાલિકાનું પણ સીમાંકન જાહેર થયું છે. જેમાં 2011ની વસ્તી ગણતરીના આધારે વોર્ડ રચના થઇ છે.
ટંકારા પાલિકામાં 11,895 વસ્તી નોધાયેલ હતી. જેના આધારે હાલ 6 વોર્ડ અને 24 સભ્યોનો રહેશે વોર્ડ સભ્યોની વાત કરીએ તો કુલ 24 સભ્યોમાંથી 12 મહિલા માટે અનામત છે તો 6 ઓબીસી અને 1 એસ સી માટે અનામત જાહેર કરી છે, જયારે 8 સામાન્ય રહેશે. નગર પાલિકાની વોર્ડ રચના થતા તેના આધારે રાજકીય પક્ષો પોતાની તૈયારી શરુ કરશે. વોર્ડ મુજબ બેઠકની વાત કરીએ તો પ્રથમ બે બેઠક મહિલા માટે રીઝર્વ કરી છે તો વોર્ડ 2 ની એક બેઠક મહિલા માટે જયારે વોર્ડ નંબર 2ની બેઠક અનુ જાતિ મહિલા માટે રીઝર્વ કરાઈ છે. 6 મહિના બાદ વિવિધ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની સાથે આ નવી જાહેર થયેલી નગર પાલિકામાં પણ ચૂંટણી યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે તંત્ર દ્વારા તૈયારી વધુ તેજ કરી દેવાઈ છે.
વોર્ડ નંબર 1:-
રૂપાવટી સોસાયટી કિસાન નગર ગાયત્રીનગર નજીકના ઇટના ભઠ્ઠા વિસ્તાર દેવીપુજક વાસ અમરાપર રોડ મફતિયાપરૂ, ગોમડાનાકા અને ગાયત્રી નગર આસપાસ મફતિયાપરાનો વિસ્તાર
વોર્ડ નંબર 2:-
ઉગમણા નાકા ખડીયા વાસ, કોળીવાસ સિંધી નાકું ખડીયાવાસ મેન રોડ,લો વાસ , લક્ષ્મીનારાયણ શેરી બજાર લાઈન ઘેટિયાવાસ, મઠવાસ, મેમણ વાસ, દેવી પૂજક વાસ મોરબીનાકુ, સંધિવાસ
વોર્ડ 3:-
દેરીનાકા રોડ, દેરી નાકા, ભરવાડ વાસ હવેલી શેરી આર્ય સમાજ ભડની શેરી મેન બજાર અપાંસરા શેરી, ઘેટિયાવાસ,રાવડવાસ,લક્ષ્મી નારાયણ શેરી, ગામઠી શેરી, ગામઠી શાળા વાળી શેરી, ત્રણ હાટડી ચોક ,મકરાણી શેરી
વોર્ડ 4:-
મંદિર શેરી મોચી બજાર ત્રણ હાટડી શેરી, મસ્જિદ બાજુમાં વિસ્તાર મોરબી નાખવું સરકારી દવાખાનુ સિંધીવાર નગર નાકા નકરબાપા વસાહત જેટકો કોલોની મામલતદાર ક્વાર્ટર્સ પોલીસ ઝમઝમનગર યોગેશ્વર સોસાયટી કલ્યાણપર રોડ વિસ્તાર તિલકનગર, અમરાપર રોડ ઉગમણા નાકા બહારનો વિસ્તાર
વોર્ડ નંબર 5:-
લક્ષ્મીનારાયણ સોસાયટી, સરદાર સ્કૂલ સામે વાંઝાવાસ, આર્ય નગર, અયોધ્યાપુરી, હરિઓમ નગર સરદાર નગર વૈભવ નગર પટેલ નગર, એમ ડી કો ઓપ .સોસાયટી
વોર્ડ નંબર 6:-
મોચી બજાર મેઇન બજાર નગર મેઇન રોડ જીવાપરા શેરી રાધાકૃષ્ણશેરી ,ભાટિયા શેરી, મુમના શેરી, નગર નાકા રોડ, મેઇન બજાર તાર બાવાનો તકિયો, ખત્રી શેરી, દયાનંદ ચોક, ગોકુલ નગર, સો ચોરસવાર વિસ્તાર, પંચમુખી સોસાયટી, હનુમાનજી મંદિર પાછળ રાજકોટ મોરબી રોડ વિસ્તાર