HomeGujaratમોરબી પ્રથમ નોરતાંએ 5000 થી વધુ છાત્રો માતા પિતા 40 થી વધૂ...

મોરબી પ્રથમ નોરતાંએ 5000 થી વધુ છાત્રો માતા પિતા 40 થી વધૂ મંદિરમાં એક સાથે આરતી કરશે..

નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને શહેર તેમજ ગામડામાં ઉજવણીની તૈયારી થવા લાગી છે ત્યારે મોરબીની વિનય સ્કૂલ દ્વારા પ્રથમ નોરતામાં અલગ આયોજન કરવામાં આવ્યું છે. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોના નાનપણ થી આધ્યાત્મિક પ્રેરણા આપવા અને બાળકોમાં સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી પ્રેરણાદાયી આયોજન કરી રહ્યા છે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ અલગ અલગ 40 જેટલા મંદિરમાં એક સાથે 5000થી વધુ બાળકો એક સાથે તેના માતાપિતા અને દાદા દાદી સાથે વિવિધ ધાર્મિક મંદિરમાં સાથે આરતી કરશે જેનો મુખ્ય કાર્યકમ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં થશે.

 આ મહા આરતીમાં નવો રેકોર્ડ સર્જવાનો હોય જેથી એશિયા બુક ઓફ રેકોર્ડ ની ટીમ હાજર રહેશે અને તેને માન્યતા આપશે આ માટે અધિકૃત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રિતેશ ચાંપુરા,પ્રમાણિત કરશે .આ અંગે એશિયા બુક ઓફ રેકોર્ડ ના મુખ્ય સંપાદક ડૉ. બિશ્વાસરૂપ રાય દ્વારા આવા કોઈ પ્રયત્નનો રેકોર્ડ ન હોવાનું જણાવ્યું છે તેમજ ભાવિ પેઢીના સંસ્કૃતિ બાબતમાં જાગૃત કરવાનો અનોખો માર્ગ છે.

શાળાના સંચાલકોને આવેલા આ અનોખા વિચારને શાળાના સ્ટાફ,વાલીઓ અને વિદ્યાથીઓએ આવકારી તેમાં સ્વૈચ્છિક જોડાઈ સફળ બનાવવા પ્રયાસ કરશે તેમ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપાલે જણાવ્યું હતું.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW