HomeGujaratયુએઈથી પરત ફરતા રાજકોટના યુવક અને તેના મિત્રનું વાંકાનેર બાઉન્ડ્રીથી અપહરણ

યુએઈથી પરત ફરતા રાજકોટના યુવક અને તેના મિત્રનું વાંકાનેર બાઉન્ડ્રીથી અપહરણ

રાજકોટના વતની અને યુંએઈ માં રહી ખાનગી નોકરી કરતા નમનભાઇ દીલીપભાઇ લુણાગરીયા નામના યુવાન ના મિત્ર દેવ સંદીપભાઇ સીંધવે  યુએસડીટી મેળવવા સંપર્ક કર્યો હતો અને તેના માટે રૂ 17 લાખ એક એજન્ટખાતામાં જમા કરાવ્યા હતા જોકે ત્રણ ચાર દિવસ જેટલો સમય થતા દેવે આ રૂપિયા હવે નથી જોતા મને રૂપિયા પરત આપી ડે તેમ કહેતા યુએસડીટી રીટન માટે જરૂરી ચાર્જ ચૂકવી બાકીની રકમ રૂ 15.60 લાખ જેટલી રકમ રાજકોટ સોની બજાર ખાતે આવેલ આર.કે.આંગડીયા પેઢીમાં આંગડીયુ કરાવી પાછા આપી દીધું હતું જે રકમ દેવ લઇ ગયો હતો આ રકમ  દેવને આરોપી દીવ્યરાજ સંજયભાઇ સોલંકીને રૂપીયા આપવાના હોય પરંતુ તેણે આપેલ ના હોય જે બાબતનો ખાર રાખી દીવ્યરાજ સંજયભાઇ સોલંકી રહેવાસી રાજકોટ વાળા તથા તેના પિતાજી સંજયભાઇ સોલંકી તથા રણજીતભાઇ ડાંગર તેમજ અજાણ્યા પાંચેક માણસો મળી આંઠેક માણસોએ ગેર કાયદેસર મંડળી રચી હતી અને ગત તા 9 ના રાત્રીના મ્સ્યે નમન યુએઈ પોતાન ઘરે રાજકોટ પરત ફરી રહ્યો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકે નમનની  થાર કારને આરોપીઓએ  ગેર કાયદેસર રીતે રોકી નમન તેના મિત્રો પાર્થિવ ઝાપડા તથા હર્ષ પટેલને ભુંડાબોલી ગાળો દઇ ઢીકાપાટુ લાકડી વતીનો માર મારી મુંઢ ઇજા કરીબધાના પાકીટ તથા નમનનો પાસપોર્ટ  યુનાઇટેટ આરબ ઇમીરેટસ દેશનું આઇ.ડી.કાર્ડ તથા દુબઇનું એન.બી.ડી.બેંકનું ડેબીટ કાર્ડ,તથા વીશ હજાર રૂપીયા રોકડા તથા થાર કાર બળ જબરી થી કાઢી લીધા હતા તેમજ તમામ મિત્રોને  ગેર કાયદેસર ગોધી રાખી સફેદ કલરની આઇ ટવેન્ટીકારમાં અપહરણ  કર્યું  તમામ લોકોના  મોબાઇલ નંબર પરથી વોટસએપ કોલ થી વાત કરાવી સત્તર લાખ રૂપીયાની ખંડણીની માંગણી કરી  હતી જો પૈસા નહીં આપો તો ફરીયાદીને જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી  બાદમાં આરોપીઓએ નમનની  આઇ-૨૦ કાર નંબર-જી.જે.૦૩-કે.એચ-૮૦૩૦ વાળી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ કીંમતી જામીનગીરી તરીકે મુકાવી દીધા બાદ તમામ લોકોના મોબાઇલ તથા થાર કાર પાછી આપી પાકીટ પડાવી લીધા હતા જયારે તમામને છોડી આરોપીઓ ફરાર થઇ ગયા હતા બનાવ અંગે  વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW