સિરામિકનગરી મોરબીમાં લાખોની સંખ્યામાં શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે માત્ર સ્થાનિકોજ નહી પણ વિવિધ રાજ્યના શ્રમિકો પણ પોતાની રોજીરોટી માટે આવતા હોય છે મોરબીમાં શ્રમિકોની ઘટ્ટ કાયમી રહેતી હોવાની ફરિયાદ વચ્ચે ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી ઘટના સામે આવી છે મૂળ ઓરિસ્સાના મયુર ભંજ જિલ્લાના વતની અને લખધીર પુર રોડ પર આવેલા સોરીસો સિરામિક નામની ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા મુચીરામ સાગરમ સોરેન નામના યુવાને તેના લેબર ક્વાર્ટરમાંપોતાને કામ ધંધો ન મળતો હોય જે બાબતે લાગી આવતા ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે તેના સાથીએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

