HomeGujaratમોરબી વાંકાનેર ડેમુ ફરી 2 સપ્ટેબરે નહી દોડે, આગોતરું આયોજન કરી રાખજો

મોરબી વાંકાનેર ડેમુ ફરી 2 સપ્ટેબરે નહી દોડે, આગોતરું આયોજન કરી રાખજો

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન સુવિધા રેલવે તંત્ર એન કેન રીતે છીનવી લેવાની વેતરણમાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જે રીતે ટેકનિકલ કારણ આપી ટ્રેનની ટ્રીપ રદ કરાઈ રહી છે તે જોતા આશંકા વધુ પ્રબળ બની રહી છે. કારણ કે હજુ 26 ઓગસ્ટ ના રોજ મેન્ટેન્સ નામે ટ્રીપ રદ કર્યા ને હજુ એક સપ્તાહ જેટલો સમય નથી થયો ત્યાં 2 સપ્ટેબરે ફરી એકવાર ટ્રીપ રદ કરવાની જાહેરાત રેલવે તંત્ર એ કરી છે સામાન્ય રીતે કોઈ વાહન મેન્ટેનસમાં જાય તો કેટલાય મહિના સુધી ફરી મેન્ટેન્સ જરૂર પડતી નથી પણ મોરબી વાંકાનેર ડેમુ માત્ર 8 દિવસમાં બે વાર મેન્ટેનસ મોકલવામાં આવી રહી છે તે જોતા થોડા દિવસોએ ટ્રિપ રદ કરી જાણે રેલવે તંત્ર મુસાફરોની સંખ્યા ઘટાડો કરવા અને બાદમાં મુસાફરો ની ઓછી સંખ્યાનું કારણ સામે ધરી સેવા છીનવી લેવા નું કાવતરું ઘડી રહી હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

વાંકાનેરથી લાંબા અંતરની ટ્રેન મેળવતા મુસાફરો તેમજ મોરબીથી વાંકાનેર ધંધા વ્યવસાય માટે કાયમી મુસાફરો માટેની લાઈફ લાઈન સમાન મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન અવાર નવાર યાંત્રિક ખામીના કારણે અધ વચ્ચે અટકી જતી હોય છે જુનું પુરાણું ડીઝલ એન્જીન બદલી ઇલેક્ટ્રિક લાઈનનો ઉપયોગ કરવાની અને મેમો ટ્રેન ફાળવણી કરે તેવી  મુસાફરો માંગણી કરી રહ્યા છે રેલ્વે વિભાગ આ માંગણી ક્યારે પૂરી કરશે એ તો રેલ્વે તંત્ર જાણે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW