સુપ્રીમ કોર્ટની કોલેજીયમની બેઠકમાં વિવિધ હાઈકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી આ 14 માંથી બે જજ ગુજરાતના છે જેમાં ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટ ની ટ્રાન્સફરની ભલામણ મધ્ય પ્રદેશ ની કોર્ટમાં કરવામાં આવી જેનો રાજ્યની વિવિધ કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલો કરી રહ્યા છે ત્યારે આ બદલીનો વિરોધ મોરબી સુધી પહોચ્યો છે અને મોરબી બાર એસોસિએશને આ માંગને ટેકો આપી તા 29 અને 30 મે બે દિવસની હડતાળ જાહેર કરી છે.બાર એસો ના જણાવ્યા મુજબ સંદીપ ભટ્ટની બદલી ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા આંતરિક રાજકારણ અને જુથવાદ થયું હોય તેવી આશંકા છે અને તે ન્યાય પાલિકાની ગરીમાને ઠેસ પહોચાડે છે જેથી આ બદલી પરત ખેચવી જોઈએ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના ઠરાવને સમર્થન આપી મોરબી કોર્ટના વકીલો બે દિવસ કાનુની કાર્યવાહીથી દુર રહેવાનો નિર્ણય લીધો છે

