મોરબી શહેરના વિસીપરા નજીક આવેલા વિજય નગરની શાંતિવન સ્કુલની બાજુમા રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ખેરગઢ ગામના વતની બોબી બાલક્રિષ્ણ જાટ નામના યુવકની બુધવારે તેની ઓરડીમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ રાજેશકુમાર બાલક્રિષ્ણ જાટ નામના તેના ભાઈને થતા તે સ્થળ પર પહોચ્યો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

