HomeGujaratસુરજબારી બ્રિજ પર અડધી રાત્રે બે ટ્રક અને આર્ટિગા વચ્ચે ટ્રીપલ અકસ્માત...

સુરજબારી બ્રિજ પર અડધી રાત્રે બે ટ્રક અને આર્ટિગા વચ્ચે ટ્રીપલ અકસ્માત બાદ આગ 4 લોકોના મોત

મોરબી સામખયાળી નેશનલ હાઇવે પર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. દરમિયાન એક આર્ટિગા કાર પણ ક્યાંથી પસાર થતા તે પણ આ અકસ્માતનો ભોગ બનતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે આર્ટિગા કારની સીએનજી ગેસ ટેન્ક અને ટ્રક ની ડીઝલ ટેન્ક લીક થઇ જતા આગ ફાટી નીકળી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી જતા તેઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા માળીયા મીયાણા પોલીસ , નેશનલ હાઇવે ઓથોરિટી ની એમ્બ્યુલન્સ માળિયા108 ની ટીમ તેમજ ભચાઉ અને મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અને સ્થળ પરથી બે ડ્રાઇવર 5 બાળકોને સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

.જ્યારે 4 મૃતદેહ પણ મળી આવતા તેને પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો અને દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW