હળવદ પોલીસ ટીમે મળેલ બાતમીના આધારે ખેતરડી ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા બળદેવભાઈ વિરજીભાઈ દેકાવાડીયા, મહેશભાઈ હરજીભાઈ દેકાવાડીયા, લાખુભાઈ ઉર્ફે લાખાભાઈ ધીરુભાઈ ડુમાણીયા, શૈલેષભાઈ ગનીભાઈ દેકાવાડીયા, મહિપતભાઈ સાદુરભાઈ દેકાવાડીયા, અવચરભાઈ જેસિંગભાઈ દેકાવાડીયા, ટીનાભાઈ ચતુરભાઈ દેકાવાડીયા, દેવજીભાઈ પોપટભાઈ દેકાવાડીયા અને હર્ષદભાઈ ચંદુભાઈ બોરાણીયા નામના નવ શખ્સોને રોકડ રૂ. 17,500 મુદામાલ સાથે પકડી લઇ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

