HomeGujaratમોરબીના રાજપરમાં યુવકની હત્યાની ઘટનામાં ફરિયાદ નોધાઇ, ઘર કંકાસમાં ભાઈએ ભાઈની હત્યા...

મોરબીના રાજપરમાં યુવકની હત્યાની ઘટનામાં ફરિયાદ નોધાઇ, ઘર કંકાસમાં ભાઈએ ભાઈની હત્યા કર્યાનું ખુલ્યું

મોરબી તાલુકાના રાજપર ગામમાં રહેતા મોહનભાઈ અઘારાના નાના પુત્ર પ્રવીણ મોહનભાઈ અધારા ગત રાત્રીના 12 વાગ્યાની આસપાસ  ઘરેથી નીકળી ગયો હતો અને રાત્રીના 2:30 વાગ્યે પરત ફર્યો હતો ઘરે પરત ફર્યા બાદ ભાઈ અને પિતા સાથે બોલાચાલી કરી તેના ઘરમાં જઈ સુઈ ગયો હતો પ્રવીણ છેલ્લા ઘણા સમયથી આ રીતે ભાઈ અને પિતા સાથે ઝઘડો કરતા હોવાથી તે કંટાળી ગયા હતા અને રવિવારે રાત્રે બીજા દીકરા મહેશે પિત્તો ગુમાવ્યો હતો અને તેના ભાઈને ઘરમાં રસોઈ બનાવાની છરી ઝીકી તેમજ લાકડાના ધોકા વડે માર મારી પતાવી દીધો હતો સવારે મોહનભાઈ પ્રવીણના રૂમમાં ગયા ત્યારે તે લોહીથી લથ બથતો મૃત હાલતમાં પડ્યો હતો જે બાદ મોહનભાઈએ તેની દીકરી અને જમાઈને બોલાવી લીધા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરાઈ હતી.

જે બાદ મોરબી તાલુકા પોલીસ ને સમગ્ર ઘટનાની જાણ કરતા મોરબી તાલુકા પોલીસ અને એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી મૃતક પ્રવિણનો મૃત દેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો બનાવ અંગે મૃતકના બહેન ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ તાલુકા પોલીસ મથકમાં તેના મોટાભાઈ મહેશભાઈ મોહનભાઈ સામે  પ્રવીણની હત્યા અંગેની  ફરિયાદ નોધાવી હતી  ભાવનાબેનના જણાવ્યા મુજબ મૃતક પ્રવીણ કામ ધંધો કરતો ન હતો અને  ગામમાંથી ઉછીના પૈસા લઇ મોજ મજા કરતો હતો જયારે તેનું દેવું ભાઈ અને પિતાને ચુકવવું પડતું હતું ગઈ રાત્રે બન્ને ભાઈ વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો અને તેના કારણે 10 વીઘા જમીન પણ વેચવી પડી હોવાનું કહી બોલાચાલી થયા બાદ મહેશે હત્યા થઇ હોવાનું જણાવ્યું હતું બનાવ અંગે  તાલુકા પોલીસે બી એન એસની કલમ 103 (1) એન જીપીએ 135 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW