માળીયા તાલુકાના વાધરવા ગામ ની સીમ માંથી પસાર થતી કેનાલમાં એક યુવક તેના મિત્રો સાથે નાહવા પડ્યો હોય અને પાણીના પ્રવાહમાં ડૂબી જતા લાપતા થઈ ગયો હતો ઘટના અંગેની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે
બનાવની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વાધરવા ગામ નજીક આવેલા નવકાર કોર્પોરેશનના પાછળના ભાગેથી પસાર થતી કેનાલમાં રવિવારે બપોરના સમયે સુરપાલસિંહ અજય શર્મા સતીશ શર્મા અને પ્રવિણસિંહ નામના ચાર યુવકો નાહવા પડ્યા હતા. આ દરમિયાન સુરપાલસિધ જનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યો હતો. ઘટના અંગે મિત્રોએ શરૂઆતના શોધખોળ કરી હતી પરંતુ પત્તો ન લાગતા મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા રવિવારે ત્રણ કલાક સુધી યુવકની શોધખોળ કરી હતી પરંતુ યુવક ન મળતા સોમવારે ફરી એકવાર શોધખોળ હાથ ધરવામાં આવી છે જોકે મોડી સુધી યુવકનો પત્તો ન લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલ કેનાલ માં પાણી ન પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે પાણી ઓસરતા યુવક નો પતો લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહે છે

