મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા દિપકભાઇ ધીરજલાલ દલીચાએ અજાણ્યા ચોરો વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દીપકભાઈ તેમજ સાથીઓના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘર અંદર પ્રવેશ કરી મકાનના કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.- 1,96,000ની મતાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

