મોરબીના રવાપર-ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ પાછળ એકતા બી એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ જુનાગઢના વતની ફાલ્ગુનીબેન અલ્પેશકુમાર કૈલાએ મહિલા પોલીસ મથકમાં આરોપી અલ્પેશભાઈ જેરાજભાઈ કૈલા, જેરાજભાઈ ગોવિંદભાઈ કૈલા અને સવિતાબેન જેરાજભાઈ કૈલા વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આ આરોપીઓ ફરિયાદી ફાલ્ગુનીબેનને અવારનવાર નાની નાની બાબતમાં, ઘરકામ બાબતે અને કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી તેમજ ફાલ્ગુનીબેનના પતીને આરોપીઓ ખોટી ચડામણી કરતા મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપી હોવાની ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

