મોરબી શહેર હાલ ચોમાસાના કારણે અનેક વિસ્તારમાં ખાડા અને વરસાદી પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ખાસ કરીને વહેલી સવારે શહેરમાંથી સિરામિક ફેકટરીઓ તરફ જતા શ્રમિકો કર્મચારી તેમજ ઉદ્યોગકારો ખરાબ રસ્તાના કારણે અને મોટાભાગના રોડ બંધ હોવાથી એક તરફ જવા મજબુર બને છે ત્યારે વૈક્લ્પીક રસ્તા તરીકે મોટા ભાગના લોકો શહેરમાંથી નીકળવા ના બદલે બાયપાસ થઇ નેશનલ હાઈવે થઈ ધંધા વ્યવસાયના સ્થળે જાય છે જોકે આ રસ્તાને જોડતો ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ ને જોડતો રોડ લાંબા સમયથી અધુરો છોડી દેવાયો છે જેના કારણે હાલ એક તરફ ના રોડ પર બન્ને સાઈડના વાહનો આવે છે પરિણામે દિવસ રાત ટ્રાફિક જામ સર્જાય છે શહેરના અન્ય વિસ્તારનો ટ્રાફિક આ રોડ પર ડાઈવર્ટ થઇ શકે તે માટે મનપા તંત્ર વહેલી તકે આ રોડ રીપેર કરે તેવી સિરામિક એસો દ્વારા મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે

