મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા અને મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની જીજ્ઞાસાબેન નટવરલાલ મોઢાના પતી છેલ્લા 30 વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને જીજ્ઞાસાબેન એકલવાયુ જીવન જીવતા હોય અને તેમનો સ્વભાવ ચીડ ચીડીયો હોય જેથી એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતે પોતાની જાતેગત તા.- 13/07/2025ના રોજ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી જઇ સારવારમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

