HomeGujaratમોરબીમાં કેબલનું કારખાનું ધરાવતા રાજકોટના કારખાનેદારને તેના જ ભાગીદારોએ રૂ. 81.40 લાખનું...

મોરબીમાં કેબલનું કારખાનું ધરાવતા રાજકોટના કારખાનેદારને તેના જ ભાગીદારોએ રૂ. 81.40 લાખનું માર્યું બુચ, પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

રાજકોટના ઉપાસનાપાર્કમાં રહેતા અને મોરબીના પીપળી ગામમાં એચ આર કેબલ નામનું કારખાનું ચલાવતા હેમેન્દ્રભાઇ હરીલાલભાઇ શીલુ નામના કારખાનેદાર સાથે ભાગીદારીમાં હિતેશભાઇ નથુભાઇ કૈલા અને તેમના પત્ની સુમિતાબેન તેમજ રવિભાઇ કાંતિલાલ ડઢાણીયા સહિતના લોકો હોય તેઓ ફેક્ટરીનો વહીવટ સંભાળતા હતા. જોકે ભાગીદારો દ્વારા હિસાબમાં ગોટાળો કર્યા હોવાનું સામે આવતા હેમેન્દ્રભાઈ અને તેમની પત્નીને ભાગીદારી માંથી છુટા કરવા હિતેશભાઈને જણાવ્યું હતું.

જોકે તમામ આરોપીઓ દ્વારા જેતે સમયે હેમેન્દ્રભાઈ અને તેની પત્નીને વિશ્વાસમાં લઇ આરોપીઓએ એચ.આર.કેબલ ફેકટરીના હિસાબના રોજમેળમાં પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો દર્શાવી તેમજ ભાગીદારી ડીડમાં ન હોય તેમ છતાં બે વ્યક્તિઓને ભાગીદાર દર્શાવી તેઓને છુટ્ટા કર્યાના રૂ. 16.25 લાખનો હિસાબ દર્શાવી તેમજ પેઢીના નામે હિતેશભાઈને નાણાની જરૂરીયાતના બહાને બીજા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના નાણા મેળવી તે નાણાનું રૂ. 5.52 લાખ વ્યાજ ચુકવ્યાની ખોટી એન્ટ્રી દર્શાવી, કારખાનાના વોચમેનને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી કારખાનાની ચાવી જબરદસ્તીથી લઇ જઇ હિતેશભાઇ નથુભાઇ કૈલા અને તેના પત્ની સુમિતાબેન કૈલા, રવિભાઇ કાંતિલાલ ડઢાણીયા, અશ્વીનભાઇ નથુભાઇ કૈલા અને રજનીભાઇ અરજણભાઇ હેરણીયા આ તમામ આરોપીઓ દ્વારા આઇશર નંબર GJ14X7076 અને કાર નંબર GJ21CA2587માં ફેકટરીમાં તૈયાર પડેલ રૂ. 40 લાખનો માલ સામાન તથા મશીનરી ભરી લઇ જઇ હેમેન્દ્રભાઈ અને તેમના પત્ની કે જે આ પેઢીના ભાગીદાર હોય તેમના નફાના રૂ.- 9.96 લાખ તેમજ પોતાના કારખાનાનો હિસાબ /વહીવટ તથા મશીનરી તથા તૈયાર માલ સામાન મળી કુલ રૂ. 81.40 લાખ તથા પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો જે જાણવા મળેલ નથી તે રોજમેળમાં ખોટી એન્ટ્રીઓ કરી દર્શાવી આ તમામ નાણા ઓળવી ગયા હતા અને ભાગીદાર હેમેન્દ્રભાઈ અને તેમની પત્ની સાથે છેતરપીડી કરી હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW